સન 1996માં, 12 સાયન્સની પરીક્ષામાં 90% મેળવ્યા બાદ, હું સંન્યાસના માર્ગે વળ્યો હતો. આશ્રમમાં ન્યાય, વ્યાકરણ, વેદાંત–ફિલોસોફી, સાયકોલોજી સાથે હું બ્રેઈન ડેવલપમેન્ટ વિશે પણ રિસર્ચ કરતો હતો. એના દ્વારા મને સ્પષ્ટ થઇ ગયું કે ઉત્તમ રાષ્ટ્ર નિર્માણ માટે સંતાનનાં સંસ્કાર અને સામર્થ્યના પાયા તો ગર્ભથી જ મુકાવાં જોઈએ.
ગર્ભાવસ્થા અને જન્મ પછીનાં 12 વર્ષ બાળકના બ્રેઈન ડેવલપમેન્ટનાં ખૂબ જ અગત્યનાં વર્ષો છે. એ અવસ્થામાં બાળકના ઉત્તમ ઘડતર માટે માતા-પિતાએ તેને કેવા આહાર, વિહાર અને વિચાર આપવા જોઈએ, તેનો મેં કોર્સ બનાવ્યો અને પ્રયોગો શરૂ કર્યા. જેને ચમત્કારિક પરિણામો મેં મારી નજર સામે જોયાં.
હવે શું જોઈએ ? એ ટ્રાયર્ડ & ટેસ્ટેડ વૈદિક અને વૈજ્ઞાનિક રહસ્યોને ‘પેરેન્ટીંગ વેદા’ કોર્સ દ્વારા સમગ્ર વિશ્વમાં ફેલાવવા હું અને મારી ટીમ કટિબદ્ધ છીએ.
પેરેન્ટીંગ વેદા એ ઈન્ટરનેશનલ પેરેન્ટીંગ કોર્સ છે.
આપ અમારી ‘Parenting Veda’ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સંતાનના ઉત્તમ ઘડતરનું સંપૂર્ણ માર્ગદર્શન ઘરે બેઠા મેળવી શકશો.